________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૬૯ તેમને માટે જાણી શકાયું છે. તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પિતાની નિવિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમ નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું કમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીઓ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બને સમ છે, આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત, ગુણસ્થાનકે રહેલે મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની. સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એક માત્ર તેમના વચનને મારા અનુભવ જ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શકયું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાયે હતા. વળી યમ-નિયમનું પાલન ગૌણતાએ તે દિશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા, વિષે વાતને અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જે તેઓ રહ્યા હેત તે ઘણાં મનુષ્ય તેમના મુનિપણાની સ્થિતિ શિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધિષ્ટ છાપ ન પડત. આવે હાદિક નિર્ણય લેવાથી તેઓએ એ દશા સ્વીકારી.
રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈશ, ચિદાનંદ તાકુ નમત, વિનયસહિત નિજ સીસ...
રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેને નાશ પામ્યો છે. પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પિતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે.
આશા એક મેક્ષ કી હેય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય; ધ્યાન જોગ જાણે તે જીવ, જે ભવ દુઃખથી ડરત સદીવ.
મેક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તે આ આત્માને ધ્યાન, કરવા યંગ્ય જાણ.