________________
૨૭૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ એવા અધ્યાત્મમૂતિ સદ્ગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલે વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ–સમ્યક્દષ્ટિ છે, અર્થાત્ મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્દગુરુની ભકિત કરે એ બેમાં હિત યોગ્ય વિશેષ કશું કહેવા છે? તેને ઉત્તર તમે બને વિચારીને સવિસ્તર લખશે.
મારા પર તમારો રાગ રહે છે. તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી, પરંતુ તમે એક ધમપાત્ર જીવ છે અને મને ધર્મ- " પાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઈચ્છના છે, તેને લીધે કેઈ પણ રીતે તમારા પર ઈચ્છના કંઈ અંશે પણ વતે છે. નિરંતર સમાધિ ભાવમાં રહે. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજે. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહે. સમીપ જ છું એમ ગણી શેક ઘટાડે. જરૂર ઘટાડે. તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારે, સમીપે જ છે. જ્ઞાની દશ્ય તે થોડો વખત વિયેગ રહી સંગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. અહંત સ્વરૂપનું ચિંતવન બને તે કરવું. નહીં તે કંઈ પણ નહીં ચિંતવતાં સમાધિ કે બેધિ એ શબ્દ જ ચિંતવવા, અત્યારે એટલું જ પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. પરિચયી! તમને હું ભલામણ કરું છું કે તમે એગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરે. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ.
તમે મારા અનુયાયી થયા, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના ગથી હેવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગયું છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઈચ્છું છું. બીજી રીતે નહીં.
જો તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરે, તો ધર્માથે મને ઈઓ, એવું કરવું ઉચિત ગણું છું, અને જે હું કરું તે ધર્મપાત્ર તરીકે મારું મરણ થાય એમ થવું જોઈએ. બંને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ.