________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૫૧ ( શિક્ષાપાઠ : ૮૪ મહપુરૂષોની અનંત દયા
શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્દભૂત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામસ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદૂભૂત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી. તે વખતે મહરાજાએ જે જરા ધક્કો માર્યો હોત તે તે તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જે કે દેવતા તે ભાગી જાત, પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મોહને છે, તે મેહ કેમ કરે?
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાખ્યા, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હેત તે તીર્થંકરપણું ફરી કરવું પડતું; પણ જેને “હું ગુરૂ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી તેને તે કઈ પ્રકાર કરે પડતું નથી. શરીર રક્ષણને દાતાર નથી. ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું, જે હું રક્ષા કરૂં તે મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે” એમ વિચાર્યું. અર્થાત્ તીર્થકર એમ મારાપણું કરે જ નહીં. * સંસારતાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જેની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખે નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારૂણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણ એજ આ હૃદયચિતાર પ્રદશિત કરવાની પ્રેરણ કરે છે.
આવું કાળનું સ્વરૂપ જોઈને મેટી અનુકંપા હૃદયને વિષે અખંડ