________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૬૫ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં, કેમકે તે માર્ગે દિવ્ય છે. અને અંતરાત્મ દષ્ટિથી જ અવકન કરી શકાય એવે છે. ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય.
શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે: તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો”. એને અર્થ શું? જેમ યેગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિપણું, એ તરતમ ગે રે તરતમ વાસના રેને અર્થ થાય છે. અર્થાત કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતે હોય, પણ જે બળવાન મન વચનાદિ વેગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તે તેવી વાસનાવાળાને બેધ વાસિત બેધ થયે; કષાયયુક્ત બેધ થયે; વિષયાદિની લાલસાવાળે બેધ થયે. માનાથ થયે; આત્માથે બેધ ન થ. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એ વાસિત બંધ આધાર રૂપ છે તે મારે નથી જોઈત, મારે તે કષાય રહિત, આત્માથી સંપન્ન, માનાદિ, વાસના રહિત એ બોધ જોઈએ છે એવા પંથની ગવેષણુ હું કરી રહ્યો છું. મન, વચનાદિ બળવાન ગવાળા જુદા જુદા પુરુષે બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે, પણ તે પ્રભુ! વાસનાને કારણે તે બોધ વાસિત છે, મારે તે નિર્વાસિત બંધ જોઈએ છે. તે તે હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારે છે. તે તારા પંથને હું બેજ, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધમ પ્રાપ્તિ થાય છે. ૩. ભગવાન રાષભદેવ :
નાભિરાજાના પુત્ર શ્રી રાષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે; જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કઈ દિવસ સંગ છેડે નહીં. જ્યારથી સંગ થયે ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે.