________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૫૮ હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું (!)
આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સપુરૂષના ચરણકમળ પ્રતિ રહ્યો છે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
અનંતકાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તે સત્પરૂષ (જેમાં સદગુરૂત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહી તે નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સપુરૂષના ચરણકમળની વિનયપાસના વિના પ્રાપ્ત કરી શક્તા નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
આત્માને અનંતભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આવે એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથીઃ ચોથે ગુણસ્થાનકે આવેલ પુરૂષ પાત્રતા પામ્ય ગણું શકાય, ત્યાં ધમ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે, છઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તે ઓર જ છે - જે પવન (શ્વાસ)ને જય કરે છે, તે મનને જય કરે છે. જે મનને જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યેજના સપુરૂષના અંતરમાં રહી છે.
શ્વાસને જય કરતાં છતાં સપુરૂષની આજ્ઞાથી પરાગમુખતા છે, તે તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે.
સદ્દગુરૂ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે.
પણુ પાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે. - પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા