________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૫૭ કરે તે આખા જગતની ચિંતા કરવી જોઈએ માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું; તે ચિંતા, કલ્પના પાતળી પડશે. તૃષ્ણ જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણ ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાનો ખર્ચ જોઈએ તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બન્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મેટાઈને લીધે તૃષ્ણ વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મેટાઈ તૃષ્ણ પાતળાં પાડવાં. નિર્ધન કેણ? ધન માગે છે તે નિર્ધન. જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણ તેની દુઃખધા, બળતરા છે, તેને જરાપણ સુખ નથી. લેક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણ ઘટાડવી.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મહનીય કર્મ છે. તે મેહનીય કર્મ હણાય તેને પાઠ કહું છું. તે મેહનીય કર્મ બે ભેદે છે એક “દર્શન મેહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિરૂપ, બીજી ચારિત્ર મેહનીય તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને ધક એવા પૂર્વ સંસ્કારરૂપ કષાય અને નેકષાય તે “ચારિત્ર મોહનીય.” દર્શન મેહનીયને આત્મધ અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે, આમ તેના અચૂક ઉપાય છે. કેમકે મિથ્યા બોધ તે દર્શન મોહનીય છે, તેને પ્રતિપક્ષ સત્યાત્મ બંધ છે. અને ચારિત્રમેહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેને પ્રતિપક્ષ વીતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે–તે તેને અચૂક ઉપાય છે, તેમ બોધ અને
પ્ર.-૧૭