________________
૨૫૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકાર થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ઉદાસીન રહે છે. એમાં કઈ પ્રકારનું અમારૂં સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે, તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદયે વતે છે એ પણ મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે ધરૂપ જાણીએ છીએ.
જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.
આપ હદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે, તે તે વાંચી આપની ગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણે છે કે આ કાળમાં મનુષ્યનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા પુરૂષનાં ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. મહાઅંધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણયુક્ત હશેજ, એ નિઃશંક છે. પણ શું કરવું તે સંપૂર્ણ તે તે સૂઝાડે ત્યારે બને તેવું છે.
કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણકે પુરૂષના સંપ્રદાયની સનાતન એવી કરૂણાવસ્થા
હોય છે કે સમય માત્રના અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હે, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હે, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે છે, એ જ જેને કરૂણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરનો છે.
જ્ઞાનીને ઓળખો ઓળખીને એની આજ્ઞા આરાધ, જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.
૩ શાંતિ