________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૪૧ ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે. એમ કહેવામાં સમ્યકત્વને બાધ નથી; કારણ ત્યાં તે અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાગે પ્રતીતિરૂપ થાય છે.
આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જ સ્વરૂપ જુદા જુદા પ્રકારે જુદે જુદે પ્રસંગે અતિ સૂફમમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કાંઈ હેતુ સમાય છે કે શી રીતે? અને સમાય છે તે શું? તે વિશે વિચાર કરવાથી સાત કારણે તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે : સદ્ભૂતાર્થ પ્રકાશ, તેને વિચાર, તેની પ્રતીતિ, જીવ સંરક્ષણ વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમજ મેક્ષની પ્રાપ્તિને જે માગે તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે.
૩ શાંતિ
શિક્ષાપાઠ : ૮૨ સમિતિ - ગુપ્તિ
સંયતિ ધર્મ અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય તેથી) પાપ કર્મ બાંધે, અયત્નાથી ઊભા રહેતાં, અયત્નાથી શયન કરતાં, અત્નાથી આહાર લેતાં, અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપ કર્મ
બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૨ કેમ ચાલે? કેમ ઊભું રહે? કેમ બેસે? કેમ શયન કરે? કેમ
આહાર લે? કેમ બેલે ? તે પાપ કર્મ ન બાંધે. ૩ યત્નાથી ચાલે, યત્નાથી ઊભે રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન
કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બેલે, તે પાપ કર્મ ન બાંધે. ૪ સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે, મન, વચન-કાયાથી સમ્યક
પ્રકારે સર્વ જીવને જુએ, આશ્રવ નિરોધથી (પિતાના) આત્માને દમે, તે પાપ કમ ન બાંધે. પ્ર.-૧૬