________________
૨૫
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
આત્મા જે પિતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વતે તો તે પિતાના તેજ સ્વભાવને કર્તા છે, અર્થાત તેજ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તત ન હોય ત્યારે કર્મભાવને કર્તા છે.
કર્મ એ જડ વસ્તુ છે, જે જે આત્માને એ જડથી જેટલે જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરૂષે તે કર્મ સંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલાં પર્યાયને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભેગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમજ થશે. કેઈપણ આત્મા ઉદયી કમને ભેગવતાં સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તે ખચીત ચેતન શુદ્ધિ પામશે.
ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના થઈ શકે છે. ઉદયમાં આવેલી પ્રકૃતિના થઈ શકે નહીં.
આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય.
ઉદય બે પ્રકાર છે એક પ્રદેશદય અને બીજે વિપાકોદય. વિપાકેદય બાહ્ય દેખીતી) રીતે વેદાય છે અને પ્રદેશદય અંદરથી વેદાય છે.
આયુષ્ય કમને બંધ પ્રકૃતિ વિના થતું નથી. પણ વેદનીય થાય છે.
આયુષ્ય પ્રકૃતિ એકજ ભવમાં વેદાય છે, બીજી પ્રકૃતિએ તે ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય.
જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભેગવે છે તે આખા ભવની એકજ બંધ પ્રકૃતિ છે. તે બંધ પ્રકૃતિને ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી