________________
૨૩૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ૨૫. શ્રી કુંદકુંદાચાર્ય :
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરૂં છું. ૨૬. શ્રી યશોવિજયજી –
શ્રી યશોવિજયજીએ ગદ્રષ્ટિ ગ્રંથમાં છઠ્ઠી કાન્તાષ્ટિને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે કયાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગ-સુખ સિવાય બીજું સુખ નિઃસવ લાગે છે. આડંબરરૂપ લાગે છે. પાંચમી “સ્થિરાદષ્ટિમાં બતાવ્યું છે કે વીતરાગ-સુખ પ્રિયકારી લાગે. આઠમી “પરાષ્ટિ' માં બતાવ્યું છે કે “પરમાવગાઢ સમ્યક્ત્વ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. ૨૭. શ્રી બનારસીદાસ –
શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવને વિશેષ નિર્ધાર કર્યો હતે, અને તે તે લક્ષણદિનું સતત મનન થયા ક્યથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે અને અવ્યકતપણે આત્મદ્રવ્યને પણ તેમને લક્ષ થયે છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યકત લક્ષને અર્થ અત્રે એ છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળધારા બના રસીદાસને જે અશે પ્રગટી છે, તે નિર્મળ ધારાને લીધે પિતાને દ્રવ્ય આજ છે એમ છે કે સ્પષ્ટ જાણવામાં નથી, તે પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખેથી નીકળી શકી છે. અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે.
» શાંતિ