________________
૨ ૩૫
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ ૨૦. શ્રી હેમચંદ્રાચાર્યજી – શ્રી આનંદઘનજી :
શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠ વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લેકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધન પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક, બળવાન પશમવાળા પુરૂષ હતા. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબધ તીવ્ર હતે. ૨૧. શ્રી આત્મારામજી:
શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી, ખંડન મંડનમાં ન ઊતર્યા હતા તે સારે ઉપકાર કરી શકત. તેમના શિષ્ય સમુદાયમાં કંઈક સરલતા રહી છે. કેઈ કેઈ સન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં આત્મામાં જોઈએ. ૨૨. કાર્તિકસ્વામી :
ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિક સ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડેલ, વૈરાગ્યમય, - દિગમ્બર વૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. ૨૩. શ્રી સમતભદ્રસૂરિ –
આ શ્રી સમંતભદ્રસૂરિ વિ. સં. બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતામ્બર દિગમ્બર બનેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમ સ્તોત્ર અથવા આસમીમાંસા રચેલ છે. તત્વાર્થ સૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમ ઑત્ર લખાય છે. ૨૪. શ્રી હરિભદ્રસૂરિ :
હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધા દર્શનની ખબર હતી. તે બધા દર્શનની પર્યાચનાપૂર્વક તેમણે જૈન દર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું. અવલેકનથી જણાશે.