________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૨૫ સર્વત્ર આનંદ વ્યાપી ગયે. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊયું. સત્યશીળને સદા જય છે. શીયળ અને સુદર્શનની ઉત્તમ દઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે ! ૭. મહર્ષિ નિમિરાજ –
મહર્ષિ નિમિરાજની સુદઢતા જોઈ શકેન્દ્ર પરમાનંદ પામે; પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણને વૈકિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષિશ્વરની સ્તુતિ કરવા લાગ્ય: “હે મહાયશસ્વિ ! મેટું આશ્ચર્ય છે કે તે કેધને છે. આશ્ચર્ય તે અહંકારને પરાજય કર્યો, આશ્ચર્ય તે માયાને ટાળી, આશ્ચર્ય તે લેભ વશ કીધે, આશ્ચર્ય તારું સરળપણું, આશ્ચર્ય તારૂં નિર્મમત્વ, આશ્ચર્ય તારી પ્રધાન ક્ષમા, આશ્ચર્ય તારી નિર્લોભતા. હે પૂજ્ય! તું આ ભવને વિષે ઉત્તમ છું, અને પરભવને વિષે ઉત્તમ હઈશ. કમ રહિત થઈને પ્રધાન સિદ્ધ ગતિને વિષે પરવરીશ” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંભુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળા શકેન્દ્ર આકાશ વાટે ગયે. વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઈંદ્ર શું ન્યૂનતા કરી છે? કંઈયે નથી કરી. સંસારની જે લલુતાઓ મનુબને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તે એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દશિત કર્યું છે.
“હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એશ્લે જનાર છું, અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા રહસ્યમાં નમિરાજ પિતાના ઉત્તરને અને વૈરાગ્યને દઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓને પરસ્પરને સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓને
-૧૫