________________
૨૨૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ મૂત્ર, નરક, હાડ, માંસ, પરૂ અને લેષ્મથી જેનું બંધારણ કર્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાને મેહ અરે ! વિભ્રમ જ છે સનકુમારે જેનું લેશ માત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો ! પામર તું શું મહે છે? એ મોહ મંગળદાયક નથી, એ કિચિત્ સ્તુતિપાત્ર નથી. ૧૦. મૃગાપુત્ર :
તત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશ ભાવનામાંની સંસારભાવનાને દઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુષ જેમાં સુખ નથી એવી નરકાધગતિના અનંત દુઃખ યુવજ્ઞાની
ગીંદ્ર મૃગાપુત્રે જનક જનેતા પ્રતિ વર્ણવ્યા છે, તે કેવળ સંસાર મુક્ત થવાને વિરાગી ઉપદેશ પ્રદશિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપ પરિષહાદિકના બહિદુઃખને દુઃખ માન્યું છે, અને મહાગતિના પરિભ્રમણ રૂપ અનંત દુઃખને બહિર્ભાવ મહિનાથી સુખ માન્યું છે, એ જે કેવી ભ્રમ વિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહી પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે, તેમજ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિંદશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યું છે. એ મહા પ્રભાવિક મહા યશેમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ રિલેકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિ દાયક સિદ્ધ ગતિને પામે. સંસાર મમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીએ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ દિવ્ય ચિંતામણીને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે.
ફરી ફરીને જ્ઞાની પુરૂષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણ કરવા ઈચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિભાવમાં મૂઢ થયેલે એ જીવ પ્રતિબૂઝતે નથી, અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા