________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૧૧ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જેનાર, જાણનાર, એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ–શેકવાન થવું કઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખ ઘટે છે. અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.
આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા કર્તા છે એમ જે પ્રમાણુથી જણાય, “આત્મા ભકતા છે એમ જે પ્રમાણથી જણાય, અને તેને ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય તે વારંવાર વિચારવા યંગ્ય છે.
પ્રશ્ન- (૧) આત્મા શું છે? - ઉત્તર- (૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કેઈપણ સંગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કેઈપણ સંયેગથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારે ગમે સંયેગો કરીએ તે પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હેય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંગ કર્યો હોય, અથવા થયે હોય, તે પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડ સ્વરૂપ થાય પણ જ્ઞાનસ્વરૂપ ન થાય તે પછી તેવા પદાર્થના સંગે આત્મા કે જેને જ્ઞાની પુરૂ મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળ કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ) પદાર્થથી ઉત્પન્ન કઈ રીતે થઈ શકવા ગ્ય નથી.
જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવ વાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહેજ સ્વભાવ છે.