________________
૨૧૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પિતાના પક્ષને છેડી દઈ જે સગુરૂના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાળુ પરમશુત, સદ્ગુરૂ લક્ષણ યેગ્ય.
આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે. તથા શત્રુ મિત્ર, હર્ષ શેક, નમસ્કાર તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વતે છે માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ કિયા છે અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે અને ષટ્રદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરૂના ઉત્તમ લક્ષણ છે.
સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રગ; અપૂર્વ વાણી પરમથુત; સદ્ગુરૂ લક્ષણ યોગ.
સ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માનપૂજાદિ ઈચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વ ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રગથી જે વિચરે છે, જેમની વાણી અપૂર્વ છે અર્થાત નિજ અનુભવ સહિત જેને ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે અને પરમ શ્રુત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય એ સદ્દગુરૂનાં ગ્ય લક્ષણ છે.
સદ્દગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તે તે પામે નિજ દશા, જિન છે, આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય
સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુજ્ય
સદ્દગુરૂના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પિતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે, અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તે સત્તાએ સર્વ જીવનું છે, તે સગુરૂ-જિનને અવલઈને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે.
રેકે જીવ સ્વચ્છેદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.