________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ કદાપિ જે નિવૃત્તિ મુખ્ય સ્થળની સ્થિતિના ઉદયને અંતરાય પ્રાપ્ત થયે હોય તે હે આર્ય! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ તે તમે શ્રાવણ વદ ૧૧થી ભાદ્રપદ શુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજે કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિ ભૂત નિયમેને સેવતાં સન્શાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણ કરતા થાય.
અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે.
જિનાય નમઃ પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એજ જ્ઞાનની પ્રધાન આજ્ઞા છે તથારૂપ યેગમાં અસમર્થતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વા
ભવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલે નિવૃત્તિયેગ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરે એમ આજ્ઞા છે.
તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરૂ ધર્મની ભકિતમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદઢતા કરવી
ગ્ય છે અને એજ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરે ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદઢ થાય અને અપ્રમાણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજે.
સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિતવૃત્તિ રાખજે, સાસ્ત્ર પ્રત્યે રૂચિ વધે તેમ કરજે.
પ્રમાદ અને લેકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરે તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી...તથારૂપ અસંગ નિગ્રંથપદને અભ્યાસ સતત વધમાન કરજે.