________________
૨૦ ૫.
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૭૫ છ પદ નિશ્ચય ભાગ ૧ લે.
જીવના અસ્તિત્વપણને તે કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણને, ત્રિકાળ હેવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણને, ત્રિકાળ હેવાપણને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કેઈપણ પ્રકારે બંધ દશા વતે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કેઈપણ પ્રકારે નિઃસંશય ઘટે છે. એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મેક્ષપદ છે એ વાતને કેઈપણ કાળે સંશય નહીં થાય.
“આત્મા છે તે નિત્ય છે, “છે કર્તા નિજકર્મ
છે ભક્તા” વળી મેક્ષ છે, “મક્ષ ઉપાય સુધર્મ.'
હજુ પણ શંકા કરવી હોય તે કરવી; પણ એટલું તે ચોક્કસ પણે શ્રદ્ધવું કે જીવથી માંડી મેક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કમને કર્તા છે, તે કમને ભોક્તા છે, મેક્ષ છે) તે છે; અને મોક્ષને ઉપાય પણ છે. તેમાં કાંઈ પણ અસત્ય નથી. આ નિર્ણય કર્યા પછી તેમાં તે કઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જે કદાચ શંકા થાય તે તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તે તે દેશ શંકા નથી પણ સર્વ શંકા છે, ને તે શંકાથી ઘણુ કરી. પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જેરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે.
આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છેઃ એક “ઘે અને બીજી વિચારપૂર્વક - સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મ દશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિન પ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારૂ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ