________________
૧૮૪
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરુપ | દુર્ધર પુરૂષાર્થથી પામવા યોગ્ય મેક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મેક્ષમાગ કેઈન શાપથી અપ્રાપ્ત થત નથી કે કોઈને આશિર્વાદથી પ્રાપ્ત થતું નથી. પુરૂષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરૂષાર્થની જરૂર છે.
શરીરને ધર્મ, રેગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમ કે વેદનીય કર્મ છે તે તે સર્વેએ ભોગવવું જ જોઈએ. સમક્તિ આવ્યા વગર કઈને સહજ સમાધિ થાય નહી. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમક્તિ થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય. બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પરૂષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે તે તેને સમતિ અંશે થયું.
દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે આત્મજ્ઞાન પ્રગટયું છે. આત્મા અજર, અમર છે. હું મરવાને નથી તે મરણને ભય છે? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પિતાને પિતાનું ભાન થવું, પિતે પિતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૬૮ સદગુરૂ સ્તુતિ જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર.
જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પાસે, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા ગ્ય એવા અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરૂ ભગવાનને નમસ્કાર કરું છું.