________________
“૧૭૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ કરવાનું છે. તેમાં ડર શાને? વાદ-વિવાદ કે મતભેદ શાને? માત્ર શાંતપણે તેજ ઉપાસવા યોગ્ય છે.
તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં ગાઢ” અથવા “અવગઢ સમ્યક્ત્વ હોય છે.
ગાઢ અથવા “અવગાઢ એકજ કહેવાય. “કેવળીને “પરમાવગઢ સમ્યકત્વ હોય છે. (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે. સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પિતાને વૈરભાવ છોડી દઈ શાન્ત થઈ બેસે છે, એ શ્રી તીર્થકરને અતિશય છે.
શાર્સ્ટકર્તા કહે છે કે અન્યભાવે અમે, તમે અને દેવાધિ દેવ સુદ્ધાંએ પૂર્વ ભાવ્યાં છે, અને તેથી કામ સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માને ધર્મ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે.
બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીને આશ્રય લેવાને છેજ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે.
અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેને મેક્ષ થયે નહીં, જ્યારે જ્ઞાનીએ એક અંતમુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે ! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતમુહૂર્તમાં મુક્ત થાય છે.
અમારી આજ્ઞાએ વર્તતાં જે પાપ લાગે તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા પર કાંટા પડ્યા હોય તે કેઈને વાગશે એમ જાણે માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કેઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગાએ કઈ મૂકે તે કંઈ તેણે રાજ્યને ગુને કર્યો કહેવાય નહીં તેમ રાજા તેને દંડ કરે નહીં; તેમ મોક્ષને શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે?
જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરૂએ ક્રિયાઆશ્રયી યેગ્યતાનુસાર કેઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મેક્ષ (શાંતિ)ને માર્ગ અટકતું નથી.
તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે...આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત