________________
૧૭૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાનને દુઃખ નથી, અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારૂ સદાચરણ સેવવાનાં છે. બેટા રંગ તે ખેટા રંગ છે. સાચે રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો. (દેહ ધારણ કરવાનું ન રહે, એમ સમજવું. જ્ઞાનીનાં વચને પ્રથમ કડવાં વાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરૂષ સંસારનાં અનંત દુઃખે મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પથ ઘણા વખતને વેગ મટાડે છે તેમ.
ત્યાગ ઉપર હમેશાં લક્ષ રાખે. ત્યાગ મેળે રાખે નહીં. શ્રાવકે ત્રણ મોરથ ચિંતવવા. સત્યમાર્ગને આરાધના કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરે. માયા કેવી રીતે ભૂલવે છે તે પર દષ્ટાંત
કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં” “નગ્ન થઈને વિચરીશ ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળને આગળ ચાલીશ.” “જંગલમાં એકલે વિચરીશ! એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે હું સામી થઈશ. સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા, પછી માયાને કહ્યું કે તું કયાં છે?” માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢયે છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલે હતે.” માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે હું બધાથી ન્યારો છું.” સર્વથા ત્યાગી થયે છું, અવધુત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરૂં છું, મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પ નાએ માયાથી છેતરાવું નહીં. જરા સમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે “હું સમતાવાળે છું” માટે ઉપગ જાગૃત રાખે. માયાને શોધી શેધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિ રૂપી સ્ત્રી છે તેને માયા સામી મૂકે (તે) ત્યારે માયાને જીતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી, સ્વચ્છેદમાં અહંકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું?