________________
પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ
૧૭૫
થયાં કરી રાખે છે. જો કે તીર્થકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી.
દશ પૂર્વ ધારી ઈત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તે ઘણું કહ્યું હતું પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરૂષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કઈ કઈ જાણે છે પણ તેટલું ગબળ નથી.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારને એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી.
પરંતુ વેગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યક્તા છે અને એમ થયે એ દેશ અનુભવાશે. અર્થાત તેમાંજ રહેવાશે, પરિપૂર્ણ કાલેકજ્ઞાન ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન કરવાની આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે! પરિ. પૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે અને એ સમાધિમાંથી નીકળી
કલેક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? (કંઈ) મુક્તિયે નથી જોઈતી અને જેનનું કેવળજ્ઞાનેય જે પુરૂષને નથી જોઈતું, તે પુરૂષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે?
“યથા હેતુ જે ચિત્તને, સત્ય ધમ ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે” ધન્ય રે.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૬૫ માયા સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે અને સત્સંગને વેગ મટ કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી