________________
પ્રજ્ઞાવષેધનું શૈલી સ્વરૂપ
અવગાહીને રહે છે. સકોચ વિકાસનું ભાજન છે. અનાદિથી કમ ગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી પ્રતીતિમાં આણ્યાથી સ્થિર પરિણામ થયે તે કર્મીની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ ણુગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજર અમર શાશ્વત વસ્તુ છે.
૮.
નવ તત્વનું કાળભેદે જે પુરૂષો ગુરૂગમ્યતાથી શ્રવણુ, મનન અને નિર્દિધ્યાસનપૂર્વક જ્ઞાન કહે છે, તે સત્પુરૂષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે, પ્રત્યેક સુજ્ઞ પુરૂષોને મારા વિનયભાવ ભૂષિત એજ આધ છે કે નવ તત્વને સ્વબુદ્ધિ અનુસાર યથા જાણવાં.
મહાવીર ભગવાનના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા. જેનું પિરણામ ષ્ટિગોચર છે. વમાન શેાધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ (હાલ ત્રણ) અમજની ગણાઈ છે. તેમાં સ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીસ લાખની છે, એ પ્રજા તે શ્રમણાપાસક છે. એમાંથી હું ધારૂં છું કે નવતત્વને પાનરૂપે બે હજાર પુરૂષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્ણાંક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરૂષો પણ નડી' હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. એક લૌકિક કથન છે કે સો શાણે એક મત' તેમ અનેક તત્વ વિચારક પુરૂષોના મતમાં ભિન્નતા મહુધા આવતી નથી.
એ નવતત્વ વિચાર સંબધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરૂગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવુ. એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે, મુનિત્વ આચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વના ઉત્ક્રય થશે; પરિણામે ભવાંત થઈ જશે.
જે જે શ્રમણેાપાસક નવતત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી મહે મનન કરવાં. સમજાય તેટલા ગભીર