________________
૧૫૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ ૫૯ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા.૫ મે
જેને કોઈપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.
જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જે નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વતે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જે આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તે જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, જે સર્વ દેહ પ્રત્યે વર્તવાને પ્રકાર રાખીએ છીએ, તે જ આ દેહ પ્રત્યે પ્રકાર વતે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કયારેય થઈ શકતી નથી. જે સ્ત્રી આદિને સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવા જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણનાં કાર્યો માત્ર પ્રવર્તન હેવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વતે છે, તેમ સ્વપણે ગણાતા શ્રી આદિ પદાર્થો પ્રત્યે વ છે.
પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરૂણાથી કંઈ તેવી વિશેષ વર્તન થતી હોય તે તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વતે છે. અથવા સર્વ જગત પ્રત્યે વતે છે, કે પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, અને કરવું તે તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું. એવું જ્ઞાન આત્માને ઘણું કાળ થયા દઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. કેઈ સ્થળે ન્યૂનપણું કે વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તે જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના ગે કંઈ તેવું ઉદય ભાવપણે થતું હોય તે તેને વિષે પણ