________________
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
૧૫૭
છે. કારણ કે જે અમારૂ અનુભવ જ્ઞાન તેનું ફળ વીતરાગપણુ છે; અને વીતરાગનુ કહેવુ. જે શ્રુતજ્ઞાન તે પણ તેજ પિરણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઇ પ્રકારે અમને સમાન છે; તથાપિ વનમાં પૂ વીતરાગ ભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી પણુ વીતરાગપણાની ઇચ્છા છે. જગતના કલ્યાણને અર્થ પુરૂષાર્થ કરવા વિષે લખ્યું તેા તે પુરૂષા કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવુ' એ આત્માની સહજ દશા થઇ છે, અને તેવા ઉદયકાળ હાલ સમીપમાં જણાતા નથી; તે તે ઉદેરી આણવાનું અને એવી દશા અમારી નથી.
ચેાતરમ્ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હૈાય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તેા પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યાં જ કરે છે, એવા અનુભવ છે. આત્મભાવ યથા જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હેાય છે. સમ્યગ્દર્શનનુ મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવા અનુભવ છે.
કરવા પ્રત્યે વૃત્તિ નથી. અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, એવા કોઈ આમ પુરૂષ તથારૂપ પ્રારબ્ધ યાગથી પરિગ્રહ સયાગાદિમાં વતા દેખાતા હાય, અને જેમ ઇચ્છક પુરૂષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કા સહિત પ્રવમાન જોવામાં આવતા હાય તે તેવા પુરૂષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરૂષ આપ્ત (પરમા અર્થે પ્રતીતિ કરવા યાગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે એળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને ખીજા કોઈ પુરૂષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યુ. તે તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવા વ્યવહાર તે સત્પુરૂષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે બ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ. જીવે તેવા પુરૂષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વતા પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે.
ૐ શાંતિ