________________
૧૨૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંત પૂજવાયેગ્ય થયા અને વીતરાગ અહંત થતાં મેક્ષ અથે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જેનાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર છે. અહીં સદેવના અપાય અપગમ અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા આ મંગલ સ્તુતિમાં સમગ્ર ગશાસ્ત્ર ને સાર સમાવી દીધું છે, સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખજક જોઈએ.
# શાંતિ
શિક્ષાપાઠઃ ૪૯ સગનું અનિત્યપણું વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ,
શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ. વિશેષાર્થ :- લક્ષમી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જે છે. પતંગ રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થડે કાળ રહી હાથમાંથી જતું રહે છે. આયુષ્ય પાણીના મોજાં જેવું છે. પાણીને હિલેાળો આવ્યો કે ગયે તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતાં ઈદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઈન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જારાવયમાં જતાં રહે છે, ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે, એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું