________________
પ્રજ્ઞાવોધનું શૈલી સ્વરૂપ
૧૫૩
સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી; ઘણા માસ વીત્યાથી તમને લખી સ ંતાષ માનીએ છીએ.
જો કે અમારૂં ચિત્ત નેત્ર જેવુ છે; નેત્રને વિષે ખીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં, બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે, અમને વતે છે એવુ... જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનુ ઉઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે; ઘણી ક્રિયા તા શૂન્યપણાની પેઠે વતે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તા મળવાનપણે આરાધીએ છીએ, એ વેદવું વિકટ આછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપ ડાવવાનું કાર્ય થવારૂપ થાય છે તે જેમ દુઃખે અત્યંત દુઃખે થવુ' વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણે સ્થિત ચિત્ત હાવાથી વેદનાને સમ્યક્ પ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાના આશય તે એમ છે જે આવાં ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવા ઉપાધિ જોગ વેઢવાના જે પ્રસંગ છે, તેને કેવા ગણવા ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? જાણુતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતા નથી ? એ બધુ વિચારવા યાગ્ય છે.
બીજી તા ક ંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. સત્તારૂપ કોઈ પૂર્વે` ઉપાર્જિત કરેલી ઉપાધિ રૂપ સ્પૃહા તે અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ-તમરૂપ સત્સંગની સ્પૃહા વતે છે, રૂચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્ય રૂપ વાત કર્યાં કહેવી ? આશ્ચ થાય છે. આ જે દેહ મન્યેા તે પૂર્વે કોઈવાર મળ્યા નહોતા, ભવિષ્યકાળે પ્રાપ્ત થવા નથી, ધન્યરૂપ-કૃતા રૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઈ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચય નથી, અને પૂર્વે જો સત્પુરૂષનુ એળખાણ પડયુ નથી, તે તે આવા યાગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી, આ દેહ અને તે પ્રથમના બાધબીજ હેતુવાળા દેહ, તેમાં થયેલુ. વેદન, તે મેાક્ષ કાર્ય' ઉપયેાગી છે.