________________
૧૫૧
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
કેઈપણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકમ નિવૃત્ત કર્યું છે. કુટુંબ છે તેનું પૂવેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કાંઈ માંગણું છે તે આપવાને અથે રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તમને અથે, ધનને અથે, ભેગને અથે, સુખને અથે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ જે અંતરંગને ભેદ તે જે જીવને નિકટપણે મેક્ષ વીતે ન હેય તે જીવ કેમ સમજી શકે? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનને તે કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયે છે. ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિષે ચેડા વખતમાં આવે તે ભલે અને અમારે વિષે પૂજય બુદ્ધિ થાય તે ભલે નહીં તે ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાએ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી એ હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા જે વિષે હજુ તમને પ્રેમ વતે છે.
હું જાણું છું” “હું સમજું છું” એ દેષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે, અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દેશે તે ધ્યાન જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરૂષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે, માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એજ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ.
આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે, “આત્મા, આત્મા” તેને વિચાર જ્ઞાની પુરૂષની સ્મૃતિ, તેના મહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનઅવકાશ આત્મચારિત્ર પ્રત્યે મેહ, એ અમને હજુ આકર્ષ્યા