________________
૮૪
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છે. સત્પરૂષને સમાગમ અને તેઓને બેધ ધારણ કરે છે.
૯. વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યા છે. ગુરૂને, મુનિને, વિદ્વાનને, માતાપિતાને, અને પિતાથી વડાને વિનય કર એ આપણું ઉત્તમતાનું કારણ છે.
૧૦. મમત્વને ત્યાગ કરે. ગુપ્ત તપ કરવું. નિર્લોભતા રાખવી. સરળ ચિત્ત રાખવું. સમતિ શુદ્ધ રાખવું. માયા રહિત વર્તવું. પિતાના દોષ સમભાવપૂર્વક ટાળવા.
૧૧. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતેષમાં રહેવું, એ હે રામ! સત્પરૂને કહેલે સનાતન ધર્મ છે, એમ વિશિષ્ટ કહેતા હતા.
૧૨. રાખ્યું કંઈ રહેતું નથી, મૂકયું કંઈ જતું નથી. એ પરમાર્થ વિચારી કેઈ પ્રત્યે હીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ ગ્ય નથી.
૧૩. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશે નહીં, ચિંતામાં સમતા રહે તે તે આત્મચિંતન જેવી છે.
૧૪. જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેવું છે, અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ-વિકલ્પ કરવા નહીં.
૧૫. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા ગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી.
૧૬. રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા ગ્ય સ્થાન છે.
૧૭. જેમ બને તેમ વીતરાગ શ્રુતનું અનુપ્રેક્ષન (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે. એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરૂષે કૃતકૃત્ય થતા સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી.