________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧ “સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવડું છું; એવાં પચ્ચખાણ છતાં નદી ઉતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; જે આજ્ઞા લેક સમુદાયને વિશેષ સમાગમ કરી સાધુ આરાધશે તે પંચ મહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણું નદીનું ઉતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાત પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાને હેતુ એવું છે કારણ કે પ્રાણાતિપાતની નિવૃત્તિને પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાત રૂપ એમ નદીના ઉત્તરનવાની આજ્ઞા થાય છે, તથાપિ “સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવતુ છું” એ વાક્યને તે કારણથી એકવાર આંચકે આવે છે, જે આંચકો ફરીથી વિચાર કરતાં તે તેની વિશેષ દઢતા માટે જણાય છે. તેમજ બીજા ત્રિત માટે છે...“પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકને સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કઈ પ્રકારે રક્ષણરૂપ હેવાથી કહ્યાં છે. અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે, મૂચ્છ રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકને અંગીકાર કહ્યો છે, શરીર સંઘ ચણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્ર પાત્રાદિનું ગ્રહણ કહ્યું છે, અર્થાત આત્મહિત દીઠું તે પરિગ્રહ રાખવાનું કહ્યું છે, પ્રાણાતિપાત કિયા પ્રવર્તન કહ્યું છે, પણ ભાવને આકાર ફેર છે. પરિગ્રહ બુદ્ધિથી કે પ્રાણાતિપાત બુદ્ધિથી એમાંનું કોઈપણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બોધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યાં છે, અને તેમાં તેને ત્યાગ જેવો દેખાવ દેનાર એ અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે. અર્થાત એકપરિણામરૂપ હેવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. મૈથુન ત્યાગમાં જે અપવાદ નથી તેને હેતુ એ છે કે રાગદ્વેષ વિના તેને ભંગ થઈ શકે નહીં અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે છે જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઉતરવું, રાગ ષ વિના પણ થઈ શકે, પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે પણ