________________
૧૦૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ રહ્યા તે પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટકયું હતું. જ્યારે શ્રી. ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દેષ નિવેદન. કર્યો અને તે દેષનું ભાન તેને થયું તથા તે દેષની ઉપેક્ષા કરી અસા. રત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માનજ અને ચાર ઘનઘાતી. કમનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહીના સુધી નિરાહારપણે એક લક્ષે, એક આસને, આત્મ વિચારમાં રહેનાર એવા પુરૂષને એટલા. માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત તે દશાથી. માન ન સમજાયું અને જ્યારે સદગુરૂ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહુર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદ્દગુરૂનું જ મહામ્ય દર્શાવ્યું છે.
માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય,
જાતાં સદ્દગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. માન અને પૂજા સકારાદિને લેભ એ આદિ મહાશત્રુ છે, તે પિતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં અને સદ્દગુરૂના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.
- વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતું હોય તે પણ કરવા ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખ. તેમ બને તે કેમે કરીને વૃત્તિ આદિને સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
નિર્દભપણે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદ્વ્રત કરે છે તે દેખીને આડોશી પાડોશી અને બીજા લોકોને તે પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સવ્રત કરવાં તે લેકેને દેખાડવા અથે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં. નિર્દભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે.
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પ મટે, આવે એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.