________________
૧૦૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ જ્ઞાનીને જ્ઞાનદષ્ટિથી, અંતરદષ્ટિથી જોયા પછી સ્ત્રી જેઈને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષય સુખ કલ્પનાથી જુદું છે, અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીનાં દર્શન કર્યા. પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચને યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદાં પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતું નથી.
આખા શરીરનું બળ, નીચે ઉપરનું બને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિ રૂપ કેડ કમર ઉપર છે, જ્ઞાની પુરૂષને બંધ લાગવાથી વિષયાદિરૂપ કેડને ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું તુચ્છપણું લાગે છે અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે, અર્થાત્ જ્ઞાની પુરૂષના બધમાં આવું સામર્થ્ય છે.
નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તે સમજવું કે જ્ઞાની પુરૂષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતે હોય તે પ્રકારે જ્ઞાનીને વેગ થયા પછી તે નહીં એજ જ્ઞાનીનું સ્વરૂપ. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રી આદિકના પ્રસંગમાં ન જવું એવી આજ્ઞા ગુરૂએ કરી હોય તે તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય, ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય તેને એમ અહંકાર રહ્યા કરે કે “એમાં તે શું જીતવું છે? આવી ઘેલછાના કારણથી તે -તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય............જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળો ભેળે જીવ તે વતે, એટલે તે બીજા વિકલ્પ નહીં કરતાં તેવા પ્રસંગમાં