________________
૧૦ ૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું.
સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હેય તે પુરૂષ આત્માને ગષ, અને આત્મા ગષો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમજ ઉપાસવો.. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગવો. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી, તીર્થકર એમ કહે છે કે જે કઈ તે. આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) કોઈપણ પ્રકારે સદ્દગુરૂને (ગ) શેધ કરે. શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, અને તેજ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.
નિર્ગથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂનજ છે. આત્મા અનંતકાળ રખડયે તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નથી તે સત્પરૂષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રસકત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.
પ્રશસ્ત પુરૂષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે; ગુણ ચિંતવન કરે.
અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણે પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિને પરિત્યાગ કરવો, સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. અને એમ થવા માટે સત્પરૂષના શરણ જેવું એકકે ઔષધ નથી, આ નિશ્ચય વાર્તા બિચારાં મેહાંધ પ્રાણુઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતા જોઈ