________________
૧૦૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પરમ કરૂણું આવે છે. હે નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
જગતમાં નિરાગીત્વ, વિનયતા અને સત્પરૂષની આજ્ઞા એ નહીં મળવાથી આ અત્મા અનાદિકાળથી રખડે, પણ નિરૂપાયતા થઈ તે થઈ, હવે આપણે પુરૂષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ!
સદ્વર્તન, સદ્ગથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.
જગતમાં સત્-પરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ સત્ શાસ્ત્રાધ્યયન, સમ્યફષ્ટિપણું અને સત્યાગ એ કેઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હતા તે આવી દશા હેત નહીં, પણ જાગ્યા ત્યાંથી પ્રભાત. એમ રૂડા પુરુષોને બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરે એ જ કૃતકૃત્યતા છે. એ પ્રજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યને અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ.
ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશાધન કેઈક મહાભાગ્ય સદ્ગુરૂ અનુગ્રહ પામે છે.
જીવ પિતાની કલ્પનાથી કપે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે વેગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરૂષના લક્ષમાં હેય છે, અને તે પરમસત્સંગે કરી સમજી શકાય છે, માટે (બીજા) તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
સત્સંગનું એટલે સત્પરૂષનું ઓળખાણ થયે પણ તે યુગ નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયું છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરૂષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.