________________
૮૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મગ બનતે નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આજ દેહમાં આત્મજગ ઉત્પન્ન કરે ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછા વળે તે સહજમાં હમણાં જ તેને આત્મગ પ્રગટે. અસત્સંગ પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીન સત્વ થયે હેવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરૂષાર્થ યંગ્ય થઈ વિચારદશાને પામે.
સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાથે સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહાર સંયમ' કહ્યો છે. કઈ જ્ઞાનપુરૂએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષવગર) એ જે વ્યવહાર સંયમમાંજ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેને વ્યવહાર સંયમને, તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા “વ્યવહાર સંયમને પણ “પરમાર્થ સંયમ કહ્યો છે.
જેણે પોતાના ઉપજીવિકા જેટલાં સાધન માત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પ દ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરૂષોને સેવે છે, જેણે નિર્ચથતાને મરથ રાખે છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી લે છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે, તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. પ્રશ્ન - વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર - વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણું દર્શાવવું ગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યક્તા પણ નિઃશંક છે.