________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ થાય છે. ત્યારપછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયે છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દષ્ટિ, સંગ, વિયેગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે, ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે, શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરેચલી પડી જાય છે. સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આયા રહેતી નથી, હાથમાં લાકડી લઈ લથડિયા ખાતા ચાલવું પડે છે. કાં તે જીવન પર્યત ખાટલે પડયા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કળિયે કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે. જ પ્રમાદ વિના વિચક્ષણ પુરૂષ આત્મકલ્યાણને આરાધે છે.
શારીરિક વેદનાને દેહને ધમ જાણું અને બાંધેલાં એવા કર્મોનું ફળ જાણ સમ્યફ પ્રકારે અહિયાસવા ગ્ય છે...વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ (વિચારી) જાણું તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હેય તે તે મોટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈપણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કમબંધન. થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડે ઉપાય છે.
કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ દુષ્કર વાત. છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મડે ફળીભૂત થાય છે.
શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી