________________
૩૪
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરૂપ અભાવ તુલ્ય છે. જ્ઞાનાદિકને અભાવ થયે ત્યારે નાશ પણ થ.
નિગદમાં અક્ષરને અનંતમે ભાગ જ્ઞાન છે, તે સર્વસે જોયેલ છે. ત્રસપર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે તે દુઃખ અનંતવાર ભેગવે છે. એવી કઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે ત્યારે કે એકવાર ઈદ્રિયજનિત સુખના પર્યાય પામે છે. તે વિષયેના આતાપ સહિત ભય, શંકા, સંયુક્ત અલ્પકાળ પામે, પછી અનંત પર્યાય દુઃખના પછી કઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખને કદાચિત પ્રાપ્ત થાય છે.
હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિ કામાં ચેરાસી લાખ બિલ છે, તેને નરક કહીએ છીએ. તેની વજીમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાક બિલ અસંખ્યાત જન લાંબા પહેલા છે, કેટલાક સંખ્યાત જન લાંબા પહેલા છે. તે એક એક બિલની છત વિષે નારકીના ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળા સાંકડા મઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવે ઉપજી નીચે માથું અને ઉપર પગથી આવી વગ્નિમય પૃથ્વીમાં પડી જેમ જેરથી પડી દડી પાછી ઉછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઉછળતાં લેટતાં ફરે છે ! કેવી છે નરકની ભૂમિ! અસંખ્યાત વિછીના સ્પર્શને લીધે ઉપજતી વેદનાથી અસંખ્યાત ગણી અધિક વેદના કરવાવાળી છે.
ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીશ લાખ બિલમાં તે કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે તે નરકની ઉષ્ણુતા જણાવવાને માટે અહીં કે પદાર્થ દેખવામાં, જાણવામાં આવતું નથી કે જેની સશતા કહી જાય તે પણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ જન પ્રમાણ મોટા લોઢાના ગોળા છેડીએ તે તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહેંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે.
અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં, સૂક્ષમ નિગદમાંથી આગળ