________________
૩૮
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરૂપ બંધ થયે પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તે તેવો સમય પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણી સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરૂષોએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એવો જીવ સદ્દગુરૂ, સપુરૂષ અને સશાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વને ત્યાગ કરી શક્યું નથી તે આ પ્રમાણે - લૌકિક અને શાસ્ત્રિય'; ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જે તે અભિનિવેશ છેડે તે “મિથ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરૂષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા ગ્ય છે.
શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તે પણ, જે નવિ જાય પમા (પ્રમાદ)રે, વધ્યતરૂ ઉપમ તે પામે, સંયમ ઠાણ જે નાયે રે.
ગાયે રે ગાયે, ભલે વીર જગતગુરૂ ગાયે. સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ છે. એમ જ્ઞાનવંત એવા તીર્થકરેએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરૂષોએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છેઃ “અંતર્સબંધીય અને “બાહ્યસંબંધીય.” અંતસંગને વિચાર થવાને આત્માને બાહ્યસંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરૂષએ પણ કરી છે.
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણવા યોગ્ય છે, એમાં સંશય નથી, સત્સંગનું મહામ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિકલ્પ થવા ગ્ય નથી. - કેઈક જીવ સત્સમાગમના વેગથી, સહજ શુભ કર્મના ઉદયથી, તથા૫ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તે દઢ મુમુક્ષુતા પ્રગટયે, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમે, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે.