________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ: ૧૮. સર્વોત્કૃષ્ટ સિધ્ધિ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ તિસ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતમુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, મોટો ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે, પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એજ સુખને નાશ છે. વિષયથી જેની ઈદ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ” હે આર્યજને ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરે.
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરૂષોને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ– શેક, જન્મ-મૃત્યુ આદિ ઠંદ્રને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહપુરૂષોને જીવન અને મરણ બને સમાન છે.