________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ એમજ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિને હીન ઉપગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુકલ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણુ, સર્વ જીવ, સર્વ સત્ય અને સર્વ જતુને નિરંતર પ્રિય છે. છતાં દુઃખ અને આનંદ ભેગવે છે એનું શું કારણ હેવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીને હીન ઉપગ. હીન ઉપયોગ થતું અટકાવવાનો પ્રત્યેક પ્રાણની ઈચ્છા હોવી જોઈએ.
પરંતુ ક્યા સાધન વડે? - અતિ વિચક્ષણ પુરૂષ સંસારની સર્વોપાધિ ત્યાગીને અહેરાત્ર ધમમાં સાવધાન થાય છે.... પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરૂષ અહોરાત્રના છેડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધમકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઠ પુરૂષ નિદ્રા, આહાર, માજશેખ અને વિકથા તેમજ રંગ રાગમાં આયુ વ્યતીત કરી નાંખે છે. એનું પરિણામ તેઓ અધગતિ રૂપ પામે છે.
પળ એ અમૂલ્ય ચીજ છે. ચકવતી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તે પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ છેવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દષ્ટિએ સિદ્ધ છે. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળને ઉપયોગ કરજે.
આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દરાજે.
વ્યવહારને નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મક્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે.
જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તે સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. નવરાશને દિવસ હોય તે આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે.
ઉપાધિના યેગને લીધે શાવાંચન જે ન થઈ શકતું હોય તે હમણાં તે રહેવા દેવું. પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્યપ્રતિ અવકાશ