________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માત કેઈકથી જ જીતી શકાય છે. નહીં તે ગૃહસ્થાશ્રમે અભ્યાસથી કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છેછતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુચ્છિા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં, તે જ્યારે શબ્દ સ્પર્શાદિ વિલાસ છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે તેથી દોરાવું નહીં પણ આપણે એને દરવું, અને દોરવું તે પણ મેક્ષ માર્ગમાં. જિતેંદ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઉભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જે થાય છે, લેક લજજાએ તેને સેવવો પડે છે, માટે અભ્યાસ કરીને પણ મનને છતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.
અઘટિત કૃત્ય થયાં હેય તે શરમાઈને મન, વચન, કાયાના વેગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.
કઈ પણ પ્રકારે પિતે કંઈ મનમાં સંકચ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તે સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તે તે સંકલ્પેલું પ્રાયે જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે છેટું છે, એમ જણાય છે.
બંને જણ વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજે, મનથી કરેલ નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશે નહિ. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે.
કઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં; અર્થાત કંઈ પણ પ્રકારના દિવ્ય તેજ યુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધી થયેલ