________________
૫૮
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ સાધન છે. એ સાધન પ્રાપ્ત કરવાની વાટ કહીએ તે પણ ચાલે. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણયને બહુ ક્ષયે પશમ થશે એમ હું વિવેકથી કહું છું.
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરૂષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવે છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એજ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિને એજ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બોધ લક્ષ જેવા જતાં એજ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એજ માર્ગને આરાધ.
એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદ રૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે; દઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માની પ્રાપ્તી થઈ અંધત્વ ટળે છે એ નિઃશંક માનજો અનાદીકાળથી જીવ અવળે માર્ગે ચાલે છે, જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈપણ અવશ્ય કરવા ગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગ સૂત્રમાં 2ષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે. મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એજ ઉપદેશ કર્યો છેઃ હે આયુષ્યમને આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે? - સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે.