________________
૪૩
પ્રજાવબેધનું શૈલી સ્વરૂપ પુરૂની કૃપાછી એજ સમ્યક્દર્શન છે.
સમકિત આવ્યા વગર કેઈને સહજ સમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમક્તિ થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય, બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પરૂષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે તે તેને સમકિત અંશે થયું. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરૂષની. આજ્ઞાએ વચન સાંભળવાં, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં, તે સમતિ થાય.
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વતે અર્થાત્ આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વતે છે એમ કહેવું યોગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે . “આત્મા જે પદાર્થને તીર્થકરે કહ્યું છે, તેજ પદાર્થની તેજ સ્વરૂપે પ્રતીતિ થાય, તેજ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.
એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરૂષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને તે પુરૂષને બીજરૂચિ સમ્યક્ત્વ છે. તેવા પુરૂષની (અબાધાએ નિષ્કામ ભક્તિ અબાધાઓ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જિન કહે છે.
મત દર્શન આગ્રહ તજી, વતે ગુરૂ લક્ષ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.
| # શાંતિ
શિક્ષાપાઠ : ૧૭. મહાત્માઓની અસંગતા
પરમ યોગી એવા શ્રી ષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય