Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
अह दव्व वग्गणाणं कमो विवज्जासओ खित्ते ॥१५॥
अथ द्रव्यं वर्गणानां क्रमः विपर्यासतः क्षेत्रे ॥१५॥ અર્થ-હવે વર્ગાઓના દ્રવ્યને આશ્રયી વિચરતાં ઉત્તરોત્તર આરારુ વક્ટરે વારે હોય છે, ક્ષેત્ર આશ્રયી વિપરીત ક્રમ છે.
ટીકાનું–જે ક્રમે ઉપર ઔદારિકાદિ વર્ગણાઓ કહી છે તે ક્રમે તે વર્ગણાઓમાં પુદ્ગલ પરમાણુઓ વધતા જાય છે. તે આ પ્રમાણે–ઔદારિક વર્ગણાઓમાં અન્ય વર્ગણાની અપેક્ષાએ પરમાણુઓ અલ્પ છે. તેનાથી વૈક્રિય વર્ગણાઓમાં અનંતગુણ પરમાણુઓ છે, તેનાથી આહારકવર્ગણાઓમાં અનંતગુણ પરમાણુઓ હોય છે, તે કરતાં તૈજસશરીરયોગ્ય વર્ગણાઓમાં અનંતગુણ પરમાણુઓ છે, એ જ પ્રમાણે ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કર્મયોગ્ય વર્ગણાઓમાં અનુક્રમે અનંત અનંતગુણ પરમાણુઓ હોય છે.
ક્ષેત્રના વિષયમાં વિપરીત ક્રમ સમજવો. તે આ પ્રમાણે કાર્મણવર્ગણાનું અવગાહના ક્ષેત્ર સર્વથી અલ્પ છે, તે કરતાં મન:પ્રાયોગ્ય વર્ગણાનું અવગાહના ક્ષેત્ર અસંખ્યાતગુણ છે, એટલે કે કર્મયોગ્ય એક વર્ગણા જેટલા આકાશપ્રદેશને અવગાહીને રહે છે, તેનાથી અસંખ્યાતગુણ આકાશપ્રદેશને અવગાહીને મનઃપ્રાયોગ્ય એક વર્ગણા રહે છે. આ પ્રમાણે સર્વત્ર સમજવું. તેનાથી શ્વાસોચ્છવાસ વર્ગણાનું અવગાહના ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તે કરતાં અનુક્રમે ભાષા, તૈજસ, આહારક, વૈક્રિય અને ઔદારિક વર્ગણાઓનું અવગાહના ક્ષેત્ર અસંખ્યાત અસંખ્યાત ગુણ છે.
ઉપર જે અવગાહના ક્ષેત્ર કહ્યું છે તે એકેક વર્ગણાની અપેક્ષાએ સમજવાનું છે. જો એમ ન હોય તો દારિકાદિ સઘળી વર્ગણાઓ-ઔદારિકપ્રાયોગ્ય પહેલી વર્ગણા, દારિક યોગ્ય બીજી વર્ગણા એ પ્રમાણે દરેક વર્ગણાઓ અનંતાનંત છે અને સંપૂર્ણ લોકવ્યાપીને રહેલી છે અને સંપૂર્ણ લોકવ્યાપી હોવાથી સંપૂર્ણ લોકપ્રમાણ અવગાહના ક્ષેત્ર થઈ જાય અને અવગાહના ક્ષેત્ર તો અંગુલના અસંખ્યાતમા ભાગનું કહ્યું છે. તેથી જ એક એક સ્કંધ વર્ગણાનું અવગાહના ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું સમજવાનું છે, સ્વજાતીય અનંત સ્કંધનું નહિ. ૧૫ હવે કાશ્મણ વર્ગણા ઉપરની વર્ગણાઓનું સ્વરૂપ કહે છે–
कम्मोवरिं धुवेयरसुन्ना पत्तेयसुन्नबादरगा । सुन्ना सुहुमे सुन्ना महक्खंधो सगुणनामाओ ॥१६॥ कर्मण उपरि ध्रुवेतरशून्याः प्रत्येकशून्यबादरगाः ।
शून्यासूक्ष्मे शून्या महास्कन्धे सगुणनामानः ॥१६॥ અર્થ-કાશ્મણ વર્ગણા પછી છુવાચિત્ત વર્ગણા, ત્યારપછી અનુક્રમે અધુવાચિત્ત, શૂન્ય, પ્રત્યેક શરીર, શૂન્ય, બાદરનિગોદાશ્રિત, શૂન્ય, સૂક્ષ્મનિગોદાશ્રિત, શૂન્ય, અને છેલ્લી અચિત્ત મહાત્કંધ વર્ગણા છે. આ સઘળી વર્ગણાઓ સાર્થક નામવાળી છે.
ટીકાનુ–કર્મપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ જે વર્ગણાઓમાં અધિક છે તે