Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
પરિણાવીને અને તેનું અવલંબન લઈ છોડી મૂકે છે, તે મન:પ્રાયોગ્ય વર્ગણા કહેવાય છે. તેનાથી બે અધિક પરમાણુવાળી બીજી મનઃપ્રાયોગ્ય વર્ગણા થાય છે. એમ એક એક અધિક પરમાણુના સ્કંધરૂપ વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે ઉત્કૃષ્ટ મનઃપ્રાયોગ્ય વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણામાં વિશેષાધિક પરમાણુઓ હોય છે.
મનોયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુના સ્કંધરૂપ જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી અગ્રહણ વર્ગણા થાય છે. એ પ્રમાણે એક એક પરમાણુ વધારતાં ત્યાં સુધી કહેવું કે અગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ પરમાણુઓ હોય છે.
અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ જે વર્ગણામાં વધારે હોય તે કર્મયોગ્ય જધન્ય વર્ગણા થાય છે. જે વર્ગણાઓને ગ્રહણ કરીને આત્માઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપે પરિણમાવે છે. આ જઘન્ય સ્કંધથી એક પરમાણુ જે સ્કંધોમાં વધારે હોય તે બીજી કર્મયોગ્ય વર્ગણા થાય છે. આ પ્રમાણે એક એક પરમાણુ અધિક કરતાં ત્યાં સુધી કહેવું કે ઉત્કૃષ્ટ કર્મયોગ્ય વર્ગણા થાય. જઘન્ય વર્ગણા કરતાં ઉત્કૃષ્ટ વર્ગણામાં વિશેષાધિક એટલે અનંતમોભાગ અધિક એટલે કે જઘન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય તેના અનંતમાભાગ પ્રમાણ પરમાણુઓ ઉત્કૃષ્ટ વર્ગણામાં વધારે હોય છે. આ છેલ્લી વર્ગણા કાર્મણ વર્ગણા કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપે પરિણમાવવા આ વર્ગણાઓમાંથી સમયે સમયે અનંતી અવંતી ગ્રહણ કરે છે. આ પ્રમાણે અગ્રહણ યોગ્ય આઠ અને જીવોને ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાનું સ્વરૂપ કહ્યું. ૧૪ તે પૂર્વોક્ત વર્ગણાઓનાં નામો આ નીચે ગાથામાં કહે છે.
ओरालविउव्वाहार तेयभासाणुपाणमणकम्मे ।
औदारिकवैक्रियाहारकतैजसभाषाप्राणापानमनःकर्माणि । અર્થ–ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, પ્રાણપાન, મન અને કાર્પણ વિષયક ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓ છે.
ટીકાનુ–પ્રથમ અગ્રહણયોગ્ય ત્યારપછી ઔદારિક ગ્રહણ યોગ્ય પછી અગ્રહણયોગ્ય, વૈક્રિય ગ્રહણયોગ્ય. આ પ્રમાણે અગ્રહણ વર્ગણાથી અંતરિત ગ્રહણ વર્ગણાઓ છે. છેલ્લી કાર્મણવર્ગણા છે. આ પ્રમાણે અત્યાર સુધી આઠ અગ્રહણ અને આઠ ગ્રહણયોગ્ય વર્ગણાઓનું
સ્વરૂપ કહ્યું. ' હવે દરેક વર્ગણામાં પરમાણુઓનું અલ્પબદુત્વ અને તેઓનું અવગાહ ક્ષેત્ર કહે છે–
૧. આ વર્ગણાઓના સ્વરૂપના સ્થનથી સમજાયું હશે કે અમુકથી. અમુક સંખ્યાવાળા પરમાણુની બનેલી વર્ગણાઓ જ અમુક અમુક શરીરાદિરૂપે પરિણમી શકે છે. જઘન્ય વર્ગણામાંથી એક પણ પરમાણુ ઘટે કે ઉત્કૃષ્ટ વર્ગણામાં એક પણ પરમાણુ વધે તો તેનો પરિણામ ફરી જાય છે. જેટલા જેટલા પરમાણુવાળી વર્ગણાઓ જે જે શરીરાદિને યોગ્ય કહી છે. તેટલા તેટલા પરમાણુવાળી વર્ગણાઓને જ ગ્રહણ કરીને તે તે શરીરાદિરૂપે પરિણાવી શકે છે.