Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
એટલે કે જઘન્યવર્ગણામાં જેટલા પરમાણુ છે. તેઓને અભવ્યોથી અનંતગુણ જે અનંતુ છે તે અનન્તે ગુણીએ અને જેટલા થાય તેટલા પરમાણુઓ ઉત્કૃષ્ટ અગ્રહણપ્રાયોગ્ય વર્ગણામાં હોય છે. આ પ્રમાણે સઘળી અગ્રહણપ્રાયોગ્યવર્ગણામાં પોતાની જઘન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય તેઓને અભવ્યથી અનંતગુણ જે અનંતુ છે તે અનન્તે ગુણીએ અને જેટલા થાય તેટલા પરમાણુઓ તેની ઉત્કૃષ્ટ અગ્રહણપ્રાયોગ્યવર્ગણામાં હોય છે.
૨૧
આ સઘળી વર્ગણાઓ ઔદારિકશરીરપણે પરિણમી શકતી નથી માટે ઔદારિક પ્રત્યે અગ્રહણયોગ્ય છે. કારણ કે ઘણા પરમાણુવાળી હોવાથી તેઓનો પરિણામ સૂક્ષ્મ થાય છે અને તેવા સૂક્ષ્મપરિણામવાળી વર્ગણાઓ ઔદારિકપણે પરિણમતી નથી. તેમજ વૈક્રિયશ૨ી૨પણે પણ પરિણમી શકતી નથી. માટે વૈક્રિય પ્રત્યે પણ અગ્રહણયોગ્ય છે. કારણ કે તેની અપેક્ષાએ અલ્પ પરમાણુવાળી હોવાથી તેઓનો પરિણામ સ્થૂલ થાય છે, અને તેવા સ્થૂલપરિણામવાળી વર્ગણાઓ વૈક્રિયશ૨ી૨પણે પરિણમી શકતી નથી. આ પ્રમાણે આગળ પણ અગ્રહણ વર્ગણાઓના હેતુ માટે સમજવું.
અગ્રહણપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાની અપેક્ષાએ એક અધિક પરમાણુવાળી જે વર્ગણા તે વૈક્રિય શરી૨ યોગ્ય જઘન્ય વર્ગણા છે. તેવી વર્ગણાઓને ગ્રહણ કરીને આત્મા વૈક્રિયશરીરપણે
પરિણમાવે છે: બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી વૈક્રિયશરીરની ગ્રહણયોગ્ય વર્તણા થાય છે. એમ એક એક અધિક પરમાણુવાળી વૈક્રિયશરીરની વિષયક ગ્રહણ યોગ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી યાવત્ ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક પરમાણુવાળી છે. એટલે કે જઘન્યવર્ગણામાં જેટલા પરમાણુ છે તેનો અનંતમો ભાગ ઉત્કૃષ્ટ વર્ગણામાં વધારે છે.
વૈક્રિય શરીર પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુવાળી જઘન્ય અગ્રહણ યોગ્ય વર્ગણા છે. બે અધિક પરમાણુવાળી બીજી અગ્રહણ યોગ્ય વર્ગણા છે. એ પ્રમાણે એક એક અધિક પરમાણુવાળી વર્ગણા ત્યાં સુધી કહેવી યાવત્ ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણા થાય. જઘન્ય અગ્રહણ વર્ગણાથી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણામાં અનંતગુણ પરમાણુ હોય છે. અહીં ગુણકરાશિ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ સમજવો.
ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક અધિક પરમાણુના સ્કંધરૂપ આહારકશ૨ી૨યોગ્ય જઘન્ય વર્ગણા થાય. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી આહારકશરીરવિષયક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. આ પ્રમાણે એક એક અધિક અધિક પરમાણુવાળી વર્ગણાઓ ત્યાં સુધી કહેવી યાવત્ આહારકશરીરવિષયક ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતભાગાધિક પરમાણુઓ હોય છે.
આહારકશરીરયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાની અપેક્ષાએ એક અધિક પરમાણુના સ્કંધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય જઘન્યવર્ગણા થાય. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય, એમ એક એક અધિક પરમાણુવાળી વર્ગણા ત્યાં સુધી કહેવી યાવત્ ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા થાય. જધન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણામાં અનંતગુણ પરમાણુઓ હોય છે.