Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪
•
પંચસગાઈ
અનીવાર ઉત્પત્તિ રજોહરણાદિ સાધુનું લિગ ધારણ કર્યા વિના સંભવતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે-“અત્યંત ઉઠ્ઠણ જિનપ્રણીત દ્રવ્ય સંજમવડે થકમાં ઉત્પત્તિ થાય છે. રજોહરણ આદિ સાધુનું લિંગ જ્યારે ધારણ કરે ત્યારે યથારય રીતે સિદ્ધતિના અર્થનું શ્રવણ અને તેનું જ્ઞાન. અવશ્ય હોય છે. જે માટે કહ્યું છે કે જ્યારે સાધુનું લિંગ ધારણ કરે ત્યારે યથાયોગ્ય રીતે સૂત્રપિરિસી, અર્થ પરિસી આદિ શ્રતધર્મ હોય છે. એટલે કે અમુક સમયે મૂળ સૂત્રનેજ પાઠ કરવો, અમુક સમયે અર્થને વિચાર કરો, એ રૂપ શાસ્રાધ્યયન અવશ્ય હોય છે. કારણ કે વીતરાગ દેવે તે તેઓનું નિત્યકર્મ કર્યું છે” આ ગાથામાં “ ” એ પદથી શ્રતધર્મ લેવાનું છે, અને તે પણ જેમણે સઘળા દેને નાશ કર્યો છે એવા વીતરાગના વચનરૂપ છે. આ પ્રમાણે અનેકવાર પ્રવચનના અર્થનું શ્રવણ કરવા છતાં પણ કેટલાક આત્માઓને સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી નથી, કારણ કે જ્યારે સમ્યકત્વ થાય ત્યારે કઈક ન્યૂન અર્ધપુદગલ પરાવર્ત જ સંસાર બાકી રહે છે, હવે જે પ્રવચનાથના શ્રવણથીજ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તે સઘળા જેને અધયુગલ પરાવર્તન સંસાર બાકી રહે, પણ સઘળા ને એટલે સંસાર ઘટી શકતા નથી. કહ્યું છે કે-સમ્યકત્વ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અવશ્ય કંઈક ન્યૂન અધપુદગલ પરાવર્તન સંસાર શેષ રહે છે. સઘળા ને કઈ એટલે સંસાર શેષ હેતે નથી.' માટે પ્રવચનાથનું શ્રવણ સમ્યફ ઉત્પત્તિમાં હેતુ નથી. હવે ત્રીજો પક્ષ કહે છે આ બે હેતુથી કે અન્ય હેતુ સમ્યકૃત્વમાં કારણ છે એમ કહે છે તે પણ અસત્ય છે, કારણ કે તે હેતુઓ સંસારમાં અનતી વાર પ્રાપ્ત થયા છતા સમ્યકત્વ ઉત્પન્ન થયું નથી. કહ્યું છે કે અન્ય કે એ હેતું નથી કે જે હેતુને પૂર્વ પ્રાપ્ત ન કર્યો હોય. કારણ કે અનાદિ સંસારમાં ભ્રમણ કરતાં કયા હેતુ સાથે એગ થયા નથી? અર્થાત દરેક હેતુ સાથે ચાગ થયો છે. છતાં સમ્યફ ઉત્પન્ન થયું નથી, માટે એ કોઈ પણે અન્ય હેતું નથી કે જે સમ્યફળની ઉત્પત્તિમાં કારણ હેય. હવે અહેતુક-હેતુ સિવાયજ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે એ પક્ષને સ્વીકાર કરવામાં આવે તે તે પણ અયુક્ત છે. કેમકે હેતુના અસ્વીકારમાં સવકાળે સવ સ્થળે અને સર્વ ને સમ્યકત્વની ઉત્પતિને પ્રસંગ આવે. કારણ કે જેની ઉત્તપત્તિમાં કોઈ કારણ નથી તે અમુક ક્ષેત્રમાં અમુક કાળમાં કે અમુક પુરુષને થાય એ નિયમજ હેતે નથી, પરંતુ ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં કે ગમે તેવા આત્માને થાય એમ પ્રાપ્ત થાય છે. કારણ કે જે દેશ કાલાદિ નિમિત્ત રૂપે નથી તે નિયત થવા માટે એટલે કે અમુક દેશમાં કે અમુક કાળમાં જ થાય તેમ નિશ્ચિતરૂપે થવા માટે એગ્ય પણ નથી, કારણ કે જે તે દેશકાલાદિમાં નિયતરૂપે થાય તો તેજ દેશકાળાદિ હેતુરૂપે થવાને પ્રસંગ આવે. માટે અહેતુક પક્ષ ઘટી શકતું નથી. આ રીતે સ વની ઉત્પત્તિમાં હેતુરૂપે એક પણ પક્ષ ટકી શકતો નથી.
ઉ–તમે જે સહેતુક-સમ્યફલની ઉત્પત્તિમાં કઈ હેતુ છે કે અહેતુક-સમ્યફવની ઉત્પત્તિમાં કઈ હેતુ નથી? એવા સુખ જે બે પક્ષ કહ્યા તેમાંથી અહેતુક પક્ષને તે અમે સ્વીકારતાજ નહિ હોવાથી અમને કાંઇ ક્ષતિ–ષ કરતા નથી. સહેતુક પક્ષને તે અમે સ્વીકાર કરીએ
૧ આ કથન પણ ત્રયપણું પામી અનતકાળ સુધી સંસારમાં રહેલ છવાની અપેક્ષાએ છે.