________________
મુનિજીવનની બાળપોથી
૧૧. ના જેવું માતાપિતાદિ વડીલે માટે કહી શકાય તેવું જ વૃદ્ધ થતાં સાધુ-સાધ્વીઓ માટે કહી શકાય. એમની સેવા કરવાની જવાબદારી ભારતના જુદા જુદા ગામના. સંઘની જ છે. જે તેઓ તે જવાબદારીમાંથી છટકી જવા માંગતા હોય તે તે બરાબર લાગતું નથી. વળી તે વૃદ્ધ ત્યાગીઓના ગુરુઓએ એવી કઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેમને સુંદર આરાધના કરાવી શકાય. જે. તેઓ પણ તે જવાબદારીમાંથી છટકવા માંગતા હોય તે ભલે તેમ કરે..
પણ તેઓ આટલું નિશ્ચિત સમજી રાખે કે તેમને જે આશ્રમમાં ખસેડવામાં આવશે ત્યાં એમને આરાધના કરવાનું કે મરણ વખતે સમાધિ પામવાનું કામ અત્યંત. મુશ્કેલ હશે.
આ વાત હું આશ્રમમાં ફરીને; ત્યાંની પરિસ્થિતિનું દર્શન કરીને જણાવું છું. એને કઈ કહ૫ના માત્ર સમજશે. નહિ .
આશ્રમમાં પગારદાર નોકરે રાખવામાં આવે છે. આ નોકરના હૈયે કઈ એવી વિશિષ્ટ કરુણા કે ભક્તિ. હોતી નથી. વળી જે હંમેશની વસ્તુ બને તેમાં ભાવ જળવાઈ રહે તે પણ ખૂબ મુશ્કેલ છે. તેમાંય આ આશ્રમના રહેવાસીઓ તે માંદા, રોગિષ્ટ, પરાધીન, સ્વભાવે પણ વિચિત્ર વગેરે પ્રકૃતિથી દયાપ્ત હોય; એમને સાચવવા એ તો ખરેખર આસમાનના તારા, તેડવા કરતાં ય વધુ કઠિન સાધના છે.