________________
મુનિજીવનની બાળપોથી
૧૨૩ જવાબ : કુપનો ત્યાગ : હીનાગ, અતિગ અને મિથ્યાગને ત્યાગ.
ત્યાગીઓ પ્રત્યે વર્તમાન જન સંઘને એટલે બધે ભારે આદર છે કે તેથી તે વર્ગની એકાદ પણ વ્યક્તિને અપષણની કે ભૂખમરો વેઠવાની ફરજ પડે તે મુદ્દલ સંભવિત નથી. ભરપૂર પિષણ મળવાના કાળમાં જે મુનિઓ આરોગ્યના અને આહારના નિયમોનું બહુ કડકપણે પાલન કરવા જેટલા ગંભીર ન બને તે “વધુ–પિષણનાં અનેક દર્દો પેદા થવાની પૂરી શક્યતા છે. આથી જ આરોગ્યના નિયમ મુનિઓએ સારી રીતે જાણી લેવા જોઈએ.
જે શાસ્ત્રનીતિ મુજબનું હંમેશા એકાસણું કરવામાં આવે તે તેના જેવું આરોગ્યપ્રદ બીજું કઈ નથી, પણ તેમ ન થઈ શકે તે નવકારશીમાં ય શું વાપરવું ? કેટલું વાપરવું? અને કેવી રીતે વાપરવું? એ ત્રણ બાબતે તે સમજી જ લેવી જોઈએ.
વધુ પડતી આહારની અનિયમિતતા તથા કેટલાક પ્રકા૨નાં નિવારી શકાય તેવાં આર્તધ્યાને લીધે જ આરોગ્ય. બગડતું હોય છે. એ સિવાય ત્રીજું કારણ વાયરસ જનિત,
તુજનિત કે વાતાવરણુજનિત રોગો છે; જે કદાચ આપણું. હાથ બહારની બાબત હોય.