________________
૧૭૮
મુનિજીવનની બાળપોથી ૧૩. શ્રાવકે-ગૃહસ્થને “આવ જાઓ” “આ કરે–તે કરે” એમ આદેશાત્મક વચન કહેવાય નહિ.
૧૪. રસ્તામાં ચાલતાં આડું અવળું જેવું નહિ, વાત કરવી નહિ, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું.
૧૫. ઈસમિતિને ઉપગ બરાબર જાળવે. ૧૦. કેઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. ૧૭. સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિ. [એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.]
૧૮. વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિ પડિલેહણ કરવું જોઈએ.
૧૯ બીજા સાધુના પાતરા તરફ નજર ન કરવી કેએને શું આપ્યું કે “એણે શું વાપર્યું' આદિ.
૨૦. સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છેડવી જોઈએ.
૨૧. ઓછું, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનામાં આવે છે.
ર૨. કઈ પણ સાધુ કામ બતાવે તો હર્ષ પૂર્વક તે કરવા તૈયાર થવું જોઈએ.
૨૩. સંયમનાં ઉપકરણે સિવાયની ચીજોને ઉપગ સાધુ માટે અનિષ્ટ છે.
૨૪. “સારી વસ્તુ બીજાઓને ભલે મળે! મારે ગમે વસ્તુથી ચાલશે” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી.