________________
મુનિજીવનની બાળપોથી
૧૮૩ ૧૩ પોતાના ઉપકારી ગુરુમહારાજના દોષો કે ભૂલે તરફે કદી પણ નજર ન જવા દેવી.
૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ
૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણા કરવી ઉચિત નથી.
૧૬ ગમે તેવો કડવો બેલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭ “હું” અને “હારુ” ભૂલે તે સાધુ,
૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મળે ! હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી.
૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ.
૨૧ ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી.
૨૨ કોઈની પણ નિંદા કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ.
૨૩ સ્વભાવ શાંત રાખવે.
૨૪ “સંસાર દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી. -
૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ.
૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે.
ર૭ કઈ પણ વાતમાં “જકારને પ્રયોગ ન કરે